પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ
પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ
પ્રેમ એટલે
જીદંગીભરનો સુંદર પ્રવાસ
પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ
પ્રેમ એટલે
જાણે આ ધરતી ને આકાશ
પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ..
તુંજ રહે સદા મારી આસ-પાસ..
-રાજીવ ગોહિલ
No comments:
Post a Comment