હશે ! - Gujarati Sahitya

Gujarati Sahitya

Gujarat Nu Gaurav Gujarati Sahitya

Wednesday, 25 January 2017

હશે !

તારી બધી ખુશીઓમા, ક્યાંક તો દુઆ મારી હશે,
પછી ભલે મારા ઘર થી, ઊંચી હવેલી તારી હશે.
ના સમજાવવા ના હોય, હાલ હવે જુદાઈ નારે,
આંખો જોતા સમજાશે, જે આંસૂથી શણગારી હશે.
દિવસો જાય કે પછી વર્ષો, કંઈ ફરક નહી પડશે,
તુ હમેશ ની માફક, આમજ... અમને પ્યારી હશે.
જીતી ગયી ભલે તુ, જિંદગીની બધી બાજી મારાથી,
પણ જોજે અંતિમ બાજી, તે મારાથી જ હારી હશે.
જુદા પડ્યા આપણે એને, બસ હું સંજોગ માનુ છું
કે પછી આ વાતને તે, પહેલેથી જ વિચારી હશે.
કંઈ નથી પાસે છતાં, હે સનમ! તુ પણ જોજે ને,
તારા મહેલથી તો, “સાહિલ”ની કબર સારી હશે

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here